GPSC ભરતી પ્રશ્નપત્રના જવાબને લઈને હાઇકોર્ટે કડક કાર્યવાહીની ટીકા કરી છે. હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં ઉમેદવારોએ જણાવ્યુ હતું કે, NCERT અભ્યાસક્રમ પ્રમાણે જવાબ સાચો છે, છતાં ભરતી બોર્ડ દ્વારા તેમને માર્ક આપવામાં આવ્યા નથી
સેક્રેટરીનો ઇગો માઉન્ટ એવરેસ્ટ કરતા મોટો
ગુજરાત હાઇકોર્ટે GPSCના સેક્રેટરીની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું કે,સેક્રેટરીનો ઇગો માઉન્ટ એવરેસ્ટ કરતા મોટો થઈ ગયો છે, પરંતુ ઉમેદવારની કારકિર્દી સાથે રમત ન રમવી જોઈએ. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જવાબ NCERT અનુસાર સાચો હોય, તો માર્ક આપવો જ પડશે.













