અમદાવાદના નિકોલ વિસ્તારમાં નોકરીની સાથે સાથે 'શોર્ટ કટ'થી રૂપિયા કમાવવાની લાલચમાં ત્રણ ગઠિયાઓએ પોતાના જ માલિકને લાખોનો ચૂનો લગાવ્યો છે. નિકોલના એક હોન્ડા શોરૂમના ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી થવાની ઘટનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
ચોરીની અનોખી મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી શાહિદ શેખ આ જ કંપનીના ગોડાઉનમાં કામ કરતો હતો. જ્યારે પણ ગોડાઉનથી શોરૂમ પર વાહનો લઈ જવાના હોય, ત્યારે શાહિદ નજર ચૂકવીને એક કે બે એક્ટિવા વધુ કાઢી લેતો હતો. આ એક્ટિવા તે તેના મિત્ર દિગુરાજ રાઠોડને માત્ર 25 થી 30 હજાર રૂપિયામાં આપી દેતો હતો. દિગુરાજ આ વાહનોને ધંધુકા, માંડલ અને વિરમગામ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં 35 થી 40 હજારમાં વેચી દેતો હતો. આ કામમાં ગોડાઉનમાં કામ કરતો એક કિશોર પણ તેમને મદદ કરતો હતો.













