સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને જાહેરાત કરવા માટે આજકાલ લોકો જોખમી રસ્તાઓ અપનાવતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના પોશ વિસ્તાર સી.જી. રોડ પર સામે આવ્યો છે. ઇન્ફ્લુએન્સર પાર્થ પરમાર અને 'ફિંગર ટિપ્સ' નામની કંપનીના સીઆઈઓ સુનિલ પુરોહિત સહિત અન્ય લોકોએ મળીને રસ્તા વચ્ચે અકસ્માતનું ખોટું નાટક રચ્યું હતું. આ મામલે બી-ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


શું હતી સમગ્ર ઘટના?

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સી.જી. રોડ પર વાઘબકરી ટી સ્ટોલ સામે એક થાર ગાડી અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થયો હોય તેવું દ્રશ્ય ઉભું કરાયું હતું. વાસ્તવમાં, આ 'ફિંગર ટિપ્સ' નામની કંપનીની એડવર્ટાઈઝમેન્ટ માટેનું એક શૂટિંગ હતું. આ એડ કરવા માટે જાહેર રોડ પર ટ્રાફિકને અડચણ ઉભી કરવામાં આવી હતી અને લોકોમાં ભયનો માહોલ પેદા થાય તે રીતે ખોટો અકસ્માત સર્જવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી અને કબૂલાત

ટ્રાફિક પોલીસે આ મામલે ગંભીર નોંધ લઈ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 285, 54 તથા એમ.વી. એક્ટની કલમ 122, 177 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસની કાર્યવાહી બાદ ઇન્ફ્લુએન્સર પાર્થ પરમારે મીડિયા સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે જણાવ્યું હતું કે, રોડ પર રીલ શૂટ કરવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી અને આ ક્રિએટિવ આઈડિયા ફિંગરટીપ્સ ટીમનો હતો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમણે પસ્તાવો વ્યક્ત કર્યો છે.


આ પણ વાંચો----    Local body election 2026 : DGPનો એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત અને 1251 બૂથ અતિસંવેદનશીલ


  • Follow us on: