અમદાવાદ શહેરમાં રોકાણકારોને લલચાવી કરોડો રૂપિયા પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એ અલગ-અલગ સ્કીમોમાં રોકાણ કરાવવાના બહાને એક પરિવાર સાથે ₹26 કરોડથી વધુની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી મિહિર પરીખ અને તેના સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


છેતરપિંડીની વિગત

મળતી માહિતી મુજબ, મુખ્ય આરોપી મિહિર પરીખ, ધારા પરીખ અને ગીતા પરીખ સહિત કુલ 7 થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ઠગ ટોળકીએ ફરિયાદી અને તેમની માતાને જુદી-જુદી જગ્યાએ નાણાં રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપી હતી. વિશ્વાસમાં લઈને આ ટોળકીએ ટુકડે-ટુકડે કુલ ₹26 કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી. જ્યારે વળતર કે મુદ્દલ પરત આપવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ હાથ ઊંચા કરી દીધા હતા.

પોલીસ કાર્યવાહી

આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ ઊંડી તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી મિહિર પરીખ વિરુદ્ધ છેતરપિંડીની બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે, જે દર્શાવે છે કે તેણે અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા હોઈ શકે છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ અને બેંક એકાઉન્ટ્સની તપાસ શરૂ કરી છે. રોકાણના નામે આટલી મોટી રકમની ઠગાઈ થતા શહેરના વેપારી આલમમાં પણ ચકચાર મચી ગઈ છે.


આ પણ વાંચો----      Local body election 2026 : DGPનો એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત અને 1251 બૂથ અતિસંવેદનશીલ

  • Follow us on: