અમદાવાદમાં વધુ એક બ્રિજના નિરીક્ષણમાં ગંભીર ક્ષતિ દેખાઈ છે. સુભાષ બ્રિજ બાદ ઈન્કમટેક્સ ફ્લાય ઓવરમાં ક્ષતિ સામે આવી છે. બ્રિજના સ્પાન માટેના જોઈન્ટ જ ખુલી ગયા છે. જોઈન્ટ માટે લગાવવામાં આવેલા સ્ક્રૂ પણ નીકળી ગયા છે. મહાનગર પાલિકાએ હજી સુધી બેરિકેટિંગ પણ કર્યું નથી. જુલાઈમાંજ આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 6 વર્ષ અગાઉ 65 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરાયો હતો.
ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ ગેરેન્ટી પીરીયડ હેઠળ
અમદાવાદના ઈન્કમટેક્સ ઓવરબ્રિજમાં ખામીને લઈને હવે મહાનગર પાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. મનપાના સત્તધિશોએ કહ્યું હતું કે, ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજમાં એક્સપાન્શન જોઈન્ટના બોલ્ટ લુઝ થવાની ખામી છે.બ્રિજની સલામતી કે સ્ટ્રક્ચરમાં કોઈ ખામી નથી. સિમેન્ટ પૂરી બોલ્ટ ફીટ કરવાની કામગીરી શરૂ કરી છે. ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ ગેરેન્ટી પીરીયડ હેઠળ છે. રણજીત બિલ્ડકોન દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.













