અમદાવાદ શહેરમાં જાણીતા મયુર ડાઈકેમ ગ્રુપ પર છેલ્લા 5 દિવસથી ચાલી રહેલી ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને અંદાજે 200 કરોડથી વધુની કરચોરીના પુરાવા હાથ લાગ્યા છે, જેણે વેપારી આલમમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.


40 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત

IT વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાંચ દિવસ સુધી ચાલેલી આ સઘન તપાસમાં અત્યાર સુધીમાં 10 કરોડની રોકડ અને અંદાજે 40 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અનેક લોકરો પણ સીઝ કરવામાં આવ્યા છે, જેની તપાસ હજુ ચાલુ છે.

બેનામી વ્યવહારોના ડિજિટલ પુરાવા મળ્યા

માત્ર રોકડ જ નહીં, પરંતુ મોટા પાયે બેનામી વ્યવહારોના ડિજિટલ પુરાવા પણ રિકવર કરવામાં આવ્યા છે, જે કરચોરીના નેટવર્કનો પર્દાફાશ કરી શકે છે.

સુજલ પટેલના ઘરેથી વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, આ જ દરોડા દરમિયાન ગ્રુપના ભાગીદાર સુજલ પટેલના ઘરેથી વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો, જે અંગે પોલીસ કાર્યવાહી અલગથી ચાલી રહી છે. અત્યાર સુધીમાં મળેલા દસ્તાવેજો સૂચવે છે કે કંપનીએ મોટા પાયે હિસાબી ચોપડા બહારના વ્યવહારો કર્યા હતા. આગામી દિવસોમાં આંકડો હજુ પણ વધવાની શક્યતા છે.


આ પણ વાંચો----    Rajkot : પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવવી પડી ભારે, પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો

  • Follow us on: