અમદાવાદ શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડ્રેનેજનું ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ખોદકામ દરમિયાન ખાડામાં કામ કરી રહેલો એક મજૂર અચાનક ખાડામાં પડી જતા અને આજુબાજુની માટી માથે પડતા દટાઈ ગયો હતો. આ ઘટનામાં મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.


ડ્રેનેજ માટે ખોદવામાં આવેલી ઊંડા ખાડામાં મજૂર કામ કરી રહ્યો હતો

પ્રાપ્ત માહિતી મુજબ, ડ્રેનેજ માટે ખોદવામાં આવેલી ઊંડા ખાડામાં મજૂર કામ કરી રહ્યો હતો તે સમયે માટી ધસી પડતા તેને બહાર કાઢવાનો કોઈ મોકો મળ્યો ન હતો. આસપાસના લોકો અને અન્ય મજૂરોએ બચાવ કાર્ય કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મજૂરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

કામ દરમિયાન કોઈપણ પ્રકારની સેફટી વ્યવસ્થા રાખવામાં આવી નહોતી

ઘટના અંગે સાથી મજૂરોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કામ દરમિયાન કોઈપણ પ્રકારની સેફટી વ્યવસ્થા રાખવામાં આવી નહોતી. હેલ્મેટ, સુરક્ષા દોરડા કે અન્ય સાધનો વિના કામ કરાવવામાં આવી રહ્યું હતું.

પોલીસ તથા તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં પોલીસ તથા તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.


આ પણ વાંચો----   Bhavnagar : શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો, પાલીતાણા મામલતદારની કાર્યવાહી, 6 હજાર કિલોથી વધુ ચોખા ભરેલી ટ્રક જપ્ત

  • Follow us on: