સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ તૈનાત રહેશે અને 7 DCP, 10 ACP સહિત 25 પીઆઈ રહેશે હાજર જેમાં 78 PSI, 1470 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે અને સ્ટેડિયમમાં BDDSની 4, NDRFની 1 ટીમ રહેશે તૈનાત રહેશે, ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી-કર્મીઓ તૈનાત રહેશે, 1 JCP, 3 DCP, 4 ACP, 11 PI, 25 PSI રહેશે હાજર. પોલીસકર્મી, TRB સહિત 700 જવાનો ટ્રાફિક નિયમન કરશે.


ગેટ નંબર 1 થી 100 મીટર આગળ બેરિકેટીંગ કરી દેવાશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને 2000થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. સ્ટેડિયમમાં નજર રાખવા સ્પેશ્યલ કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ૨૭૦ કેમેરાથી સતત મોનિટરિંગ કરાશે. ફાઈનલ મેચમાં વીવીઆઈપી-વિઆઈપી સહિત કુલ ૧ લાખથી વધુ લોકો આવવાના છે. સ્ટેડિયમના ગેટ નંબર ૧ પાસે એન્ટ્રી મેળવવા માટે ધક્કામુક્કી ન થાય તે માટે ગેટ નંબર ૧ થી ૧૦૦ મીટર આગળ બેરિકેટીંગ કરી દેવાશે.

સ્ટેડિયમમાં લગાવેલા 270 કેમેરાથી સતત મોનિટરીંગ કરશે

આ સાથે જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સીથી મોટેરા ગામ સુધીનો આવતો જતો રસ્તો વાહનોની અવર જવર માટે સવારે ૧૦ વાગ્યાથી મોડી રાત્રીના 2 વાગ્યા સુધી બંધ રહેશે. સ્ટેડિયમની આસપાસ આડેધડ રસ્તા પર પાર્કિંગ કરતા હોય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ૧૬ ટ્રાફિક ક્રેન સતત પેટ્રોલિંગ કરીને નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ વાહનોને ટોઈગ કરશે.

સ્થાનિકો વૈકલ્પિક રોડથી અવર-જવર કરી શકશે

01-તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.

02-કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત /ડાયવર્ઝન વાળો માર્ગ

જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.


આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, મહિલાઓ સાડી રનમાં જોડાઈ અને ઝુમ્બા ડાન્સ કર્યો


  • Follow us on: