અમદાવાદમાં વટવાના વાનર વટ તળાવની આસપાસ અંદાજે 500 જેટલા ગેરકાયદે બાંધકામોનું ડીમોલેશન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તળાવની મૂળ ક્ષમતા પુનઃસ્થાપિત કરવા અને વરસાદી પાણીનું યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે.


અગાઉથી નોટિસ આપવામાં આવી હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અગાઉથી નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કેટલાક બાંધકામ હટાવવામાં આવ્યા ન હતાં, જેને લીધે મેગા ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે.

 AMC દ્વારા 10 ટીમો તૈયાર કરવામાં આવી

ડીમોલેશન કાર્ય માટે AMC દ્વારા 10 ટીમો તૈયાર કરવામાં આવી છે, જે એકસાથે 10 જગ્યાઓ પર કામગીરી કરશે. આ કામગીરીમાં પોલીસ અને AMCની એસ્ટેટ વિભાગની ટીમ પણ હાજર રહેશે.

ઘર વિહોણા લોકો માટે સુવિધા

એવામાં ખાસ વાત એ છે કે પહેલીવાર AMC દ્વારા ડીમોલેશન સાથે ઘર વિહોણા લોકો માટે સુવિધા પણ આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા રાહદારીઓ અને રહીશોને કોઈ અનિચ્છનીય તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે. રહીશો માટે AMTS બસ સ્ટેન્ડ-બાય રહેશે, જેથી તેમને અન્ય સ્થળે સુરક્ષિત રીતે લઇ જવાશે. ઘર વિહોણા લોકોને આશ્રયગૃહમાં રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કામગીરીથી તળાવની મૂળ ક્ષમતા પુનઃસ્થાપિત થશે

AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરીથી તળાવની મૂળ ક્ષમતા પુનઃસ્થાપિત થશે અને વરસાદી પાણીનો નિકાલ સરળ થશે.

નારોલના શેલ્ટર હોમમાં તમામને લઇ જવાયા

વાનરવટ તળાવ પાસે ડિમોલીશન શરુ કરાયું છે. કોર્પોરેશનના અધિકારીએ કહ્યું કે અમે ઘરવિહોણાને સુરક્ષીત સ્થાન પર રહે તે માટે નારોલ માં શેલ્ટર હોમ આવેલું છે ત્યાં તેમને લઇ જવાયા છે અને ત્યાં બીજા 35 શેલ્ટર પર પણ શિફ્ટ કરાશે. ત્યાં વાસણો, ગેસ કનેક્શન, પાણી સહિતની સુવિધા છે. બાળકોને નજીકથી શાળા સાથે જોડાણ કરી શકાશે

24 મીટર અને 18 મીટરના ટીપીના રોડ પરના દબાણો હટાવીને ખુલ્લા કરાશે

અધિકારીએ કહ્યું કે વાનરવટ વિસ્તાર 58 હજાર ચોમીનો વિસ્તાર છે અને તળાવ 28 હજાર ચો મી વિસ્તારમાં છે. અહીં સાડા ચારસો મકાનો અને 30 જેટલા કોમર્શીયલ ઇમારતો છે. 24 મીટર અને 18 મીટરના ટીપીના રોડ પરના દબાણો હટાવીને ખુલ્લા કરાશે. આ માટે અમે સમગ્ર વિસ્તારને ચાર ઝોનને વિસ્તારમાં વિભાજીત કર્યો છે. દરેક પીઆઇ એસીપી અને કોર્પોરેશનની ટીમો તૈનાત છે. 10 હિટાચી મશીન અને જેસીબી મશીનનો ઉપયોગ કરાયો છે.

સ્થાનિકોએ વૈકલ્પિક જગ્યા માગી

સ્થાનિકોએ કહ્યું હતું કે અમે 40 વર્ષથી રહીએ છીએ. અમને 2021 અને 2023માં ખાલી કરવાની કોર્પોરેશને નોટિસ આપી હતી. અમે નોટિસનો જવાબ આપીને અમારા માટે વૈકલ્પીક સુવિધા કરવાનું કહ્યું હતું. અમે બાપ દાદાથી રહીએ છીએ. વૈકલ્પિક વ્યવસ્થા આપો તો અમે જવા તૈયાર છીએ


. આ પણ વાંચો----    Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

  • Follow us on: