અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરની સફાઈ અને પ્રાથમિક સુવિધાઓની સ્થિતિમાં સુધારા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે. આદેશ મુજબ AMCના અધિકારીઓ પોલીસની જેમ રાત્રે પેટ્રોલિંગ કરશે.


રાત્રિ પેટ્રોલિંગ 18 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી થાય તેવી યોજના

આ રાત્રિ પેટ્રોલિંગ 18 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી થાય તેવી યોજના છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અધિકારીઓ ઓચિંતી મુલાકાત લેશે અને જાહેર વિસ્તારોની સ્થિતિ ચકાસશે.

પેટ્રોલિંગ માટે 30 જેટલા અધિકારીઓને ખાસ જવાબદારી

પેટ્રોલિંગ માટે 30 જેટલા અધિકારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સફાઈ, લાઇટિંગ, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓનું નિરીક્ષણ કરશે અને જો ખામીઓ મળી આવે તો તરત સુધારા માટે કાર્યવાહી કરશે.

નાગરિકોને પણ સહકાર આપવા અપીલ

કમિશનરે નાગરિકોને પણ સહકાર આપવા અપીલ કરી છે જેથી શહેરમાં સુવ્યવસ્થા અને સફાઈ સુનિશ્ચિત થઈ શકે.


આ પણ વાંચો----    Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત

  • Follow us on: