અમદાવાદમાં સિનિયર સિટિઝન પેન્શનર સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ગઠીયાએ વૃદ્ધ સાથે લાઇફ સર્ટિફિકેટ માટે ખોટી લિંક જનરેટ કરી બેંકના કર્મચારીની ઓળખ આપી છેતરપિંડી કરી હતી.


બેંક એકાઉન્ટમાંથી 17 લાખથી વધુની રકમ ઉચાપત

મળેલી માહિતી પ્રમાણે સિનિયર સિટિઝન પેન્શનર સાથે ગઠીયાઓએ વાતચીત કરી ખોટી લિંક જનરેટ કરી તેમના બેંક એકાઉન્ટમાંથી 17 લાખથી વધુની રકમ ઉચાપત કરી.

બેન્ક ઓફિ ઇન્ડિયાના કર્મચારીની ઓળખ આપી

પ્રથમ તપાસ મુજબ, આ છેતરપિંડી સાયબર માધ્યમથી થઈ હતી અને ગઠીયાએ બેન્ક ઓફિ ઇન્ડિયાના કર્મચારીની ઓળખ આપીને ઠગાઇ કરી હતી.

સાયબર ક્રાઇમમાં ફરિયાદ

આ મામલે પેન્શનરે તાત્કાલિક સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ઉંડે તપાસ શરુ કરી છે. 


આ પણ વાંચો----      Amreli : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું, તપાસ દરમિયાન યુવરાજસિંહની ગાડી પર હુમલો કરાયો હોવાનો આરોપ

  • Follow us on: