અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ચકચારજનક બનાવ સામે આવ્યો છે. ગત તારીખ 29 જાન્યુઆરીની રાત્રિના સમયે પ્રસંગ પાર્ટી પ્લોટ સામે આ ઘટના બની હતી. નજીવી બાબતમાંથી શરૂ થયેલી માથાકૂટ અંતે અલ્પેશ મહેતાની હત્યામાં પરિણમી હતી.
ફરિયાદીની ગાડી આરોપીઓની ગાડી સાથે અથડાતા બંને વચ્ચે બોલાચાલી
પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદીની ગાડી આરોપીઓની ગાડી સાથે અથડાતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદી પર ગંભીર રીતે હુમલો કર્યો. આરોપીઓએ ગાડીનો કાચ તોડી મૃતક સાથે મારામારી કરી હતી. મારામારી દરમિયાન મૃતકના મોઢા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.













