એક્સાઇઝ ડ્યુટીમાં 1.18 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીના કેસમાં અમદાવાદની CBI કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે.
આરોપીઓમાં સમીર ઇમામુદ્દીન, તેજસ દેસાઈ અને અમિત ગુપ્તાનો સમાવેશ
દોષિત ઠરેલા આરોપીઓમાં સમીર ઇમામુદ્દીન, તેજસ દેસાઈ અને અમિત ગુપ્તાનો સમાવેશ થાય છે. આરોપ છે કે સુરત સ્થિત મેસર્સ શ્રી સાઈ ઇમ્પેક્સ દ્વારા ફેક એક્સપોર્ટ ડોક્યુમેન્ટ બનાવી કુલ 51 રિબેટ ક્લેમમાં ગેરરીતિ કરી એક્સાઇઝ ડ્યુટીમાં મોટી છેતરપિંડી કરવામાં આવી હતી.













