ગુજરાતમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ બીયુ અને ફાયર સેફ્ટિને લઈને ઝુંબેશ હાથ ધરાઈ હતી. જે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટિ ના હોય અથવા તો બિયુ ના હોય તે બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ મુદ્દે રાજ્ય સરકારે આદેશ આપ્યા બાદ અમદાવાદ મહાનગર પાલિકા હરકતમાં આવી છે. શહેરમાં બીયુ પરમીશન નહીં હોવાથી 35 પૈકી એક ગેમઝોન બંધ કરવામાં આવ્યો છે.


BU ન હોવાથી 35 પૈકી 1 ગેમિંગ ઝોન બંધ

રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકાનો એસ્ટેટ અને ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં અલગ અલગ કેટેગરીના એકમોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન પાસે BU નહીં હોવાથી તેને બંધ કરવામાં આવ્યું હતું. 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ પાસે BU નહીં હોવાથી સીલ કરાઈ જ્યારે એક હોસ્પિટલ બંધ કરાવાઈ છે.

164 ટ્યુશન ક્લાસ પૈકી 29ને નોટિસ, 6 સીલ કરાયા

નોંધાયેલી 909 ખાનગી યુનિ. અને એજયુકેશન સંસ્થાઓ પૈકી 6 એકમોને સીલ કરાયા છે. 46 સિનેમાઘરો પૈકી 10 એકમને BU ની કામગીરી માટે નોટીસ પાઠવવામાં આવી છે. 234 બેન્કવેટ અને મેરેજ હોલ પૈકી 2 એકમ સીલ કરવામાં આવ્યા છે. નોંધાયેલા 164 ટ્યુશન ક્લાસ પૈકી 29 એકમને નોટિસ પાઠવી જ્યારે 6 એકમ સીલ કરાયા છે. 


આ પણ વાંચોઃ Gandhinagar News: મુખ્યમંત્રીએ 11360 કરોડના 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવા સ્પષ્ટ સૂચના



  • Follow us on: