આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો અંગે ચર્ચાઓ કરાઈ હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠકમાં રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટસની સમીક્ષા કરી હતી. પ્રોજેક્ટોની કામગીરીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ ના થાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.


27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને વેગ આપતા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની પ્રગતિની નિયમિત સમીક્ષા માટે સમયાંતરે રિવ્યું મીટિંગનો નવતર અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રીએ આ અભિગમને આગળ ધપાવતાં બુધવારે ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કુલ રૂ.11,360 કરોડના કુલ 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી.

પ્રોજેક્ટ્સ તેની નિર્ધારિત સમય મર્યાદામાં પૂરા કરો

આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રેલવે સંબંધિત 4 પ્રોજેક્ટ, ઉદ્યોગ અને ખાણ વિભાગને સ્પર્શતા 6 અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અને સમીક્ષા થઈ હતી.પ્રોજેક્ટ્સ તેની નિર્ધારિત સમય મર્યાદામાં પૂરા થાય એટલું જ નહીં,ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન થાય તે સુનિશ્ચિત કરવાની સ્પષ્ટ સૂચનાએ બેઠકમાં આપી હતી.


આ પણ વાંચોઃ Gandhinagar News: ખેડૂતોને સહાય આપવા 1497 કરોડથી વધુના બીલો તૈયાર કરાયા, 1098 કરોડની ચૂકવણી કરાઈ

  • Follow us on: