અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર પોતાની કુશળતા સાબિત કરી એક માસૂમ બાળકને નવજીવન આપ્યું છે. વંશ નામના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ‘હલ્ક’ આકારનું આખું પ્લાસ્ટિકનું રમકડું ગળી લીધું હતું. આ રમકડું બાળકના જઠરમાં ફસાઈ ગયું હતું, જે તેના જીવન માટે જોખમી સાબિત થઈ શકતું હતું.
રમતા રમતા 1.5 વર્ષીય બાળક રમકડું ગળી ગયું
બાળકની ગંભીર સ્થિતિને જોતા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમે તાત્કાલિક નિર્ણય લીધો હતો. કોઈ પણ ચીરફાડ વગર અત્યાધુનિક દુરબીન (Endoscopy) દ્વારા જઠરમાં ફસાયેલું આખેઆખું રમકડું સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. તબીબોની આ સૂઝબૂઝ અને તબીબી કૌશલ્યને કારણે જટિલ સર્જરી સફળ રહી અને બાળકનો જીવ બચી ગયો.













