અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ પર તીરાડ પડવાના કારણે ગત તા.4 ડિસેમ્બરથી બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. તેની સાથે રિવરફ્રન્ટ પરનો રોડનો કેટલોક ભાગ પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજના હાલના સ્પાન તોડી તેને નવા બનાવીને જૂના બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવા માટે હજુ સમય લાગશે. ત્યારે આ બ્રિજ માટે હવે મહાનગર પાલિકા દ્વારા રી ડેન્ટર પ્રક્રિયા કરવામાં આવશે. સિંગલ કંપની આવતા ઈવોલ્યુએશનની કામગીરી થઈ શકે નહીં. જેથી હવે ટૂંક સમયમાં AMC દ્વારા શોર્ટ ટેન્ડર કરવામાં આવશે.
સુભાષબ્રિજને લઈ ટૂંક સમયમાં મનપા કરશે શોર્ટ ટેન્ડર
અમદાવાદના સુભાષબ્રિજને લઈને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સુભાષ બ્રિજની કામગીરી માટે મહાનગર પાલિકા દ્વારા રી ડેન્ટર પ્રક્રિયા કરવામાં આવશે. સિંગલ કંપની આવતા ઈવોલ્યુએશનની કામગીરી થઈ શકે નહીં. જેથી હવે ટૂંક સમયમાં AMC દ્વારા શોર્ટ ટેન્ડર કરવામાં આવશે. એક માત્ર કંપની ડી.આર. અગ્રવાલે ટેન્ડર ભર્યું હતું. જેથી સિંગલ કંપનીનું ટેન્ડર મળતાં હવે ઈવોલ્યુએશનની કામગીરી થઈ શકે નહીં તેથી મનપા દ્વારા ટૂંક સમયમાં શોર્ટ ટેન્ડર કરવામાં આવશે. અગાઉ કરવામાં આવેલા ટેન્ડરની રકમ 232.80 કરોડ હતી. મનપાએ ત્રણ જાન્યુઆરીએ ટેન્ડર બહાર પાડ્યું હતું. પ્રથમ ટેન્ડર માટે 21 દિવસની સમય મર્યાદા હતી.
આ પણ વાંચોઃ Vapi News: વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કની કંપનીમાં ભીષણ આગ, બે વ્યક્તિઓ ગંભીર ઈજાગ્રસ્ત













