અમદાવાદ સેશન્સ કોર્ટે નાર્કોટિક્સ કાયદા હેઠળ 2 આરોપીઓને કડક સજા ફટકારી છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન આરોપીઓને 9 વર્ષની કેદ અને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બંને આરોપીઓને અલ્પ્રાઝોલમ ટેબલેટ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ ટેબલેટ એક નિયંત્રિત ડ્રગ્સ છે અને તેના ગેરકાયદે વેચાણ સામે પ્રતિબંધ ફરમાવાયો છે. કોર્ટે ટકોર કરી હતી કે, નાર્કોટિક્સના ગુના ગંભીર છે અને તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી જરૂરી છે.


અયુબ મીયાને વર્ષ 2023માં ઝડપી લીધા હતાં

સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, નશીલા પદાર્થોની હેરાફેરીના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. જેના કારણે એક ખાસ વર્ગ ડ્રગ્સના સેવનમાં ડૂબ્યો છે. આરોપીઓનું વ્યક્તિગત હિત નહીં પણ જાહેર અને સામાજિક અસરને ધ્યાને લઈ એક દાખલા રૂપે આરોપીઓને સજા કરવી જરૂરી બને છે. NCBએ હેરોઈનના જથ્થા સાથે ગોવિંદ ધન્નાલાલ સૂર્યવંશી અને શેખ મોહંમદ ઈદ્રીશ અયુબ મીયાને વર્ષ 2023માં ઝડપી લીધા હતાં.


આ પણ વાંચોઃ Surat News: કુખ્યાત ચિરાગ ગોટીના આતંકનો વધુ એક મામલો સામે આવ્યો, બિલ્ડર પાસેથી 18 લાખ પડાવ્યા


  • Follow us on: