અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. શહેરમાં વિકાસના અનેક કામો ચાલી રહ્યાં છે. ત્યારે ભ્રષ્ટાચારની પોલ ખોલતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હજી ગઈકાલે જ બનાવેલા રોડમાં તિરાડો પડતાં અનેક સવાલો ઉભા થયાં છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક પણે કહ્યું છે કે, કામની ગુણવત્તામાં કોઈપણ બાંધછોડ કે ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે. ત્યારે મહાનગર પાલિકા દ્વારા બનાવેલા રોડમાં એક જ દિવસમાં તિરાડો પડી જતાં અનેક સવાલો ઉભા થયાં છે.


સૈજપુરથી શાહવાડીને જોડતા રોડમાં તિરાડો પડી

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સૈજપુરથી શાહવાડીને જોડતા રોડમાં તિરાડો પડી છે. ડામર અને કોંક્રિટનું મટીરિયલ ઉખડી જતાં તિરાડો પડી ગઈ છે. બે દાયકા બાદ આ વિસ્તારમાં નવો રોડ બનાવવામાં આવ્યો છે. લોકોએ આ મુદ્દે અધિકારીઓને જાણ કરી તો અધિકારીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતાં. લોકોનું કહેવું છે કે અહીં ગટરના પાણી બેક મારે છે. અધિકારીઓ દ્વારા કોઈ સારી કામગીરી કરવામાં નથી આવતી. AMC દ્વારા ગઈકાલે જ બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં લોકોને અનેક પ્રકારના સપના બતાવ્યા છે. ત્યારે જે ખરેખર સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવવામાં જાણે સત્તાધિશો અને પદાધિકારીઓેને કોઈ રસ ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Vav Tharad News: આશા વર્કર બહેનોએ પડતર માગ પૂરી કરવા મુખ્યમંત્રીને ટપાલ લખી, કલેક્ટર કચેરીમાં ભારે સુત્રોચ્ચાર કર્યા


  • Follow us on: