અમદાવાદમાં વિદ્યાર્થી રાજકારણ ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચઢ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભાવનગર NSUI પ્રમુખની સાયબર ફ્રોડમાં ધરપકડ
વિરોધનું મુખ્ય કારણ ભાવનગરમાં NSUIના પ્રમુખની સાયબર ફ્રોડના કેસમાં થયેલી ધરપકડ છે. વિદ્યાર્થી સંગઠનના જવાબદાર પદ પર રહેલી વ્યક્તિની ગંભીર ગુનામાં સંડોવણી બહાર આવતા ABVPએ આ મુદ્દાને ઝડપી લીધો હતો. અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર ABVPના કાર્યકરો દ્વારા NSUI સામે વિરોધ પ્રદર્શન અને ઉગ્ર નારેબાજી કરવામાં આવી હતી.













