અમદાવાદ મહાનગર પાલિકાના ડ્રાફ્ટ બજેટની જોગવાઈ મુદ્દે ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ કર્યો છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે વિરોધ નોંધાવ્યો છે. જમાલપુર સ્થિત સ્લોટર હાઉસ ખસેડવાની જોગવાઈ કરવામાં આવી છે. નવા સ્લોટર હાઉસ માટે 32 કરોડની જોગવાઈ કરાઈ છે. સુધારા બજેટમાં વિષય પડતો મુકવા માટે રજૂઆત કરવામાં આવી છે. સ્લોટર હાઉસનું કામ મનપા પરત કરે તેવી માગ કરવામાં આવી છે. બજેટના પ્રેઝન્ટેશનમાં ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો છે.


શહેરમાં નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

AMCનું વર્ષ 2026 - 27નું ડ્રાફ્ટ બજેટ મ્યુ.કમિશનર બંછાનિધિ પાની એ આજે રજૂ કર્યું હતું. કોર્પોરેશનમાં 17018 કરોડ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું . ગત વર્ષ ના ડ્રાફ્ટ બજેટ માં રૂ 3017 કરોડ નો વધારો કરાયો છે. બજેટમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ખાસ જોગવાઈ મૂકવામાં આવી છે. બજેટમાં જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું AMC નું આયોજન છે.કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાને રાખીને અમદાવાદ શહેરમાં વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી સુવિધાઓ માટે અનેક જોગવાઇઓ બજેટમાં રજૂ કરવામાં આવી છે. શહેરમાં નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 211 કરોડની જોગવાઈ રાખવામાં આવી છે.

ઘુમા સુધી પણ એલિવેટેડ કોરિડોર બનશે

આ ઉપરાંત 5 જિમ, 3 સ્વિમિંગ પૂલ અને 35 પ્લે ગ્રાઉન્ડ માટે રૂ. 100 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. બજેટમાં 8 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકાયો છે, જેમાં બેઝિક સર્વિસ, સસ્ટેનેબિલિટી, હેરિટેજ ઈઝ ઓફ મૂવમેન્ટ, ઇન્ક્લુઝિવ સીટી, સીટી બ્યુટીફિકેશન અને ગવર્નન્સ સીટીઝન સેન્ટ્રિક ફેસિલિટીનો સમાવેશ થાય છે.જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આયોજન કરી રહ્યું છે.શહેરમાં ટ્રાફિકની સુગમતા માટે નહેરુનગરથી શિવરંજની, શિવરંજનીથી રામદેવનગર અને ઇસ્કોન બ્રિજ સુધી એલિવેટેડ કોરિડોર માટે રૂ. 1000 કરોડની જોગવાઈ છે. બોપલ SP રિંગ રોડથી ઘુમા સુધી પણ એલિવેટેડ કોરિડોર બનશે.


આ પણ વાંચોઃ AMCનું વર્ષ 2026 - 27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, નહેરુનગરથી શિવરંજની સુધી તથા બોપલ-SP રિંગ રોડથી ઘુમા સુધી એલિવેટેડ કોરિડોર બનશે


  • Follow us on: