હાલ સમગ્ર રાજ્યમાં SIRની કામગીરી ચાલી રહી છે. જેમાં અમદાવાદ જિલ્લામાં પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જેમાં રાજકીય નેતાઓ દ્વારા પણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. આવામાં ધોળકામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા SIR સંદર્ભે મહત્વની બેઠક યોજવામાં આવી હતી.


સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા

આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખે બુથ પ્રમુખોને માર્ગદર્શન આપ્યું છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ધોળકાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ધોળકા વિધાનસભા વિસ્તારમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) સંદર્ભે સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરવાનો અને બુથ સ્તરના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાનો હતો.

SIR સંદર્ભે ચાલી રહેલી કામગીરીની વિગતવાર જાણકારી આપી

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ધોળકા વિધાનસભા વિસ્તારના બુથની મુલાકાત લીધી હતી. જે બાદ બુથના પ્રમુખો તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે એક વિશેષ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે SIR સંદર્ભે ચાલી રહેલી કામગીરીની વિગતવાર જાણકારી આપી હતી. કાર્યકર્તાઓને આ અંગેની વિશેષ માહિતી સાથે સજ્જ થવા અને લોકો સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો લાભ જનતા સુધી પહોંચાડવા માટે આહ્વાન

આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સાથે અન્ય અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોની હાજરીમાં ભાજપ પ્રદેશ પ્રમુખે સંગઠનને વધુ મજબૂત કરવા અને સરકારની યોજનાઓ તથા SIR જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો લાભ જનતા સુધી પહોંચાડવા માટે આહ્વાન કર્યું છે.


આ પણ વાંચો - ક્રિકેટ બાદ Rohit Sharma શેર માર્કેટમાંથી કરશે કરોડોની કમાણી, આ કંપનીમાં કરશે રોકાણ


  • Follow us on: