શહેરીજનોને સારી બસ સેવા પૂરી પાડવાના નામે એએમટીએસનું ખાનગીકરણ કરાયું છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન એએમટીએસમાં ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા દોડાવવામાં આવતી બસોમાં બેકડાઉનનું પ્રમાણ વધી ગયું હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં એએમટીએસની બસોમાં ૭૭,૪૬૦ બ્રેકડાઉન જોવા મળ્યું છે.
એએમટીએસ બસો માટે અલગથી બજેટ ફળવાય છે
એએમટીએસ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં બસોની નિયમિત સર્વિસ થતી નથી. યોગ્ય રીતે મેઈન્ટેનન્સ નહીં થવાને કારણે વારંવાર સર્જાતા બ્રેકડાઉનથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૧માં ૩,૯૪૭, ૨૦૨૨માં ૧૧,૯૪૦, ૨૦૨૩માં ૧૮,૩૫૨, ૨૦૨૪માં ૧૮,૭૪૨, ૨૦૨૫માં જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક ૧૧૯૮ લેવાની માંગણી કરવામાં આવી છે.













