અમદાવાદમાં દારૂની હેરાફેરીના બનાવો સતત સામે આવી રહ્યાં છે. હોળી ધૂળેટીનો તહેવાર હોવાથી દારૂના કટિંગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. વટવા જીઆઈડીસીમાંથી બિયરના એક હજાર કરતા વધુ ટીન ઝડપાયા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિયરનો જથ્થો ઝડપ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વટવા GIDCમાંથી બિયરના 1.81 લાખની કિંમતના એક હજારથી વધુ ટીન ઝડપી લેવામાં આવ્યા છે. મોટેરાના હિતેશ લખવારા નામના શખ્સ પાસેથી આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ પાર્સલના ખોટા બિલો બનાવી આરોપી હિતેષ બિયરના જથ્થાની હેરાફેરી કરતો હતો. ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Vadodara News: ઈરાન ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધથી વડોદરાના ઉદ્યોગોને 500 કરોડનું નુકસાન થઈ શકે













