અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પૂર્વ વિસ્તારમાં બિલ્ડિંગ યુઝ પરમિટના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. રહેણાંક કે કોમર્શિયલ મિલકતમાં યોગ્ય BU પરમિટ વગર ધમધમતી 5 હોસ્પિટલો અને 3 સિનેમાઘરોને સીલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલો અને સિનેમાઘરો સામે કરવામાં આવી કાર્યવાહી
એસ્ટેટ વિભાગે પૂર્વ ઝોનમાં મોટા પાયે તપાસ અભિયાન હાથ ધર્યું હતું. પૂર્વ વિસ્તારમાં આવેલી 103 જેટલી હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, BU પરમિટ ન હોવાને કારણે 13 હોસ્પિટલોને તાત્કાલિક BU રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પૂર્વના 10 સિનેમાઘરોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 સિનેમાઘરોને BU રજૂ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.













