અમદાવાદ શહેરના પોલીસ બેડામાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. અમદાવાદ શહેરને ટૂંક સમયમાં જ નવા પોલીસ કમિશનર (CP) મળવા જઈ રહ્યા છે. વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિક આગામી સોમવારે પોતાનો ચાર્જ છોડશે અને રાજ્યના નવા પોલીસ મહાનિદેશક (DGP) તરીકેનો પદભાર સંભાળશે. જેને પગલે અમદાવાદના આગામી પોલીસ વડા કોણ બનશે તે અંગે વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
જી.એસ. મલિક સંભાળશે રાજ્યના DGP તરીકેનો ચાર્જ
મળતી વિગતો મુજબ, વર્તમાન અમદાવાદ સીપી જી.એસ. મલિક સોમવારે વિધિવત રીતે પોતાનો ચાર્જ છોડી દેશે. ત્યાર બાદ તેઓ ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે શપથ લઈને રાજ્યના પોલીસ વડા તરીકેની નવી જવાબદારી સંભાળશે. નિયમ અને પરંપરા મુજબ, તેઓ નવનિયુક્ત અમદાવાદ પોલીસ કમિશનરને વિધિવત રીતે ચાર્જ સોંપ્યા બાદ જ રાજ્યના ડીજીપી તરીકેની કમાન પોતાના હાથમાં લેશે.













