અમદાવાદ શહેરમાં ઈન્કમ ટેક્સ વિભાગે બે બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા હતાં. કામેશ્વર અને દીપ ગ્રુપ સાથે સંકળાયેલા 30થી વધુ સ્થળો પર ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બિલ્ડરો રિયલ એસ્ટેટ માટે ચૂકવણીનો એક ભાગ રોકડમાં લઈ લેતા હતાં. ઈન્કમ ટેક્સ વિભાગે આ બિલ્ડરોની ઓફિસો, બિલ્ડિંગ સાઈટ્સ, સપ્લાયર્સ સહિતના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.


અમદાવાદમાં બે બિલ્ડરો સામે IT વિભાગની કાર્યવાહી

આવકવેરા વિભાગે તપાસ દરમિયાન આઠ કરોડની રકમ મળી આવી હતી. બિલ્ડર પાસેથી 55 બેન્ક લોકર મળી આવતા તેને સિઝ કરાયા હતાં. બિલ્ડર્સના ઘરમાં સર્ચ દરમિયાન સાત કરોડના દાગીના મળી આવ્યા હોવાથી તેને પણ સિઝ કરવામાં આવ્યા હતાં. જ્યારે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારોના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. બંને બિલ્ડરો પાસેથી કાચી નોંધ વાળી ચિઠ્ઠીઓ પણ મળી આવી છે.


આ પણ વાંચોઃ Ahmedabad: બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડા, કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સને ત્યાં ઇન્કમટેક્સની કાર્યવાહી


  • Follow us on: