શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું આગમન અને પ્રદર્શન એ ઊંડી આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સભ્યતાલક્ષી મહત્વની ક્ષણ છે, જે ભારત અને શ્રીલંકા વચ્ચેના તેમના સહિયારા બૌદ્ધ વારસામાં રહેલા સ્થાયી સંબંધોને વધુ મજબૂત બનાવે છે.પવિત્ર અવશેષો ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં શ્રીલંકા પહોંચ્યા અને સ્થાપિત ભારત-શ્રીલંકા પ્રોટોકોલ અનુસાર તેમને પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ અવશેષો સાથે હતું.
બે પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
આ પ્રદર્શન વડાપ્રધાન મોદી દ્વારા એપ્રિલ 2025માં શ્રીલંકાની તેમની રાજ્ય મુલાકાત દરમિયાન કરવામાં આવેલી ઘોષણાને અનુસરે છે.જેમાં તેમણે શ્રીલંકા સાથે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી હતી.આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ બૌદ્ધ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે 2020માં જાહેર કરાયેલ 15 મિલિયન યુએસ ડોલરની ગ્રાન્ટ ઉપરાંત અનુરાધાપુરામાં પવિત્ર શહેર સંકુલ પ્રોજેક્ટના વિકાસ માટે ગ્રાન્ટ સહાયની પણ જાહેરાત કરી હતી. પ્રદર્શનના ભાગરૂપે ગંગારામાયા મંદિર ખાતે "પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ અને પવિત્ર અવશેષો અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી નામના બે પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.













