અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે લાલઆંખ કરતાં ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલમાંથી મેફેડ્રોન ડ્રગ્સ (MD) નો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે રખિયાલના મોરારજી ચોક વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે 2.83 લાખ રૂપિયાની બજાર કિંમત ધરાવતું 87.94 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કર્યું છે.


પેડલર સમીર પઠાણ ગિરફ્તાર

પોલીસે પ્રતિબંધિત ડ્રગ્સના આ જથ્થા સાથે સ્થળ પરથી ડ્રગ પેડલર સમીર પઠાણ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. જોકે, પોલીસની આ રેડ દરમિયાન ડ્રગ્સના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય બે આરોપીઓ સલમાન અને આફતાબ નામના શખ્સો પોલીસને થાપ આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી ડ્રગ્સના સોર્સ અંગે પૂછપરછ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી

આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરમાં અન્ય કોને સપ્લાય કરવાનો હતો. આ સાથે જ ફરાર થઈ ગયેલા બંને આરોપીઓ સલમાન અને આફતાબને ઝડપી પાડવા માટે પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: