આજના ડિજિટલ યુગમાં બાળકોમાં વધતું જતું મોબાઈલ એડિક્શન (સ્ક્રીનનું વળગણ) એક ગંભીર સામાજિક અને માનસિક સમસ્યા બની રહ્યું છે. પ્રખ્યાત મનોચિકિત્સક ડો. પ્રશાંત ભીમાણીએ આ બાબતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાળકોને મોબાઈલ આપવો એ તેમના માનસિક વિકાસ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.


બાળકોનું સ્ક્રીન એડીકશન ખૂબ ગંભીર

ડો. ભીમાણીના મતે, મોબાઈલ સ્ક્રીન પર દેખાતી હિંસા, આક્રમક ગેમ્સ અને અનિચ્છનીય કન્ટેન્ટ બાળકના કોમળ માનસ સાથે સીધી રીતે સંકળાઈ જાય છે. આનાથી બાળકના સ્વભાવમાં ચીડિયાપણું, એકાગ્રતાનો અભાવ અને સામાજિક વિમુખતા જેવા લક્ષણો જોવા મળે છે. મોબાઈલનું વળગણ બાળકની વિચારવાની શક્તિને રૂંધે છે.

બાળકોનો સ્ક્રીન ટાઇમ વાલીઓએ નક્કી કરવો

બાળકોને આ વ્યસનમાંથી મુક્ત કરવા માટે ડો. પ્રશાંત ભીમાણીએ વાલીઓને નીચે મુજબના નક્કર પગલાં લેવા અપીલ કરી છે: સ્ક્રીન ટાઈમનું નિયંત્રણ: વાલીઓએ બાળકો માટે મોબાઈલ વાપરવાનો સમય નક્કી કરવો જોઈએ. વૈકલ્પિક ટાઈમ ટેબલ: સ્ક્રીન ટાઈમ સિવાયના સમયમાં બાળક કઈ પ્રવૃત્તિ કરશે (જેમ કે રમતગમત, વાંચન કે ચિત્રકામ) તેનું ચોક્કસ ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. વાલીઓએ આદર્શ બનવું: બાળકોની હાજરીમાં માતા-પિતાએ પણ પોતાનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવો અનિવાર્ય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: