અમદાવાદ રેલવે વિભાગે જાન્યુઆરી 2026માં વધુ આવક મેળવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જાન્યુઆરીમાં 806 કરોડથી વધુ આવક મેળવી છે. જે ગત વર્ષ કરતાં 14.43 ટકા વધુ છે. આ ઉપરાંત ટિકિટ વિના મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી પણ દંડ વસૂલવામાં આવ્યો છે. આ દંડની પણ રેલવે વિભાગની સારી આવક થવા પામી છે.
માલ સામાનની હેરાફેરીથી 642.29 કરોડની આવક
અમદાવાદના રેલવે વિભાગે જાન્યુઆરી 2026માં કૂલ 806 કરોડ રૂપિયાની આવક મેળવી છે. જેમાં ગત વર્ષ કરતાં 14.43 ટકાનો વધારો થયો છે. રેલવે વિભાગને ટીકિટથી 150 કરોડ, માલ સામાનની હેરાફેરીથી 642.29 કરોડ, 32 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5.92 કરોડ, ખુદાબક્ષો પાસેથી 2.25 કરોડનાં દંડની આવક સહિત ગંદકી કરનારા 2700 લોકો પાસેથી દંડ પેટે 5.5 લાખની આવક થવા પામી છે.













