બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની કારપીણ હત્યા થઈ હતી. જેના પડધા ભારતમાં પણ પડ્યા છે. અમદાવાદ શહેરમાં આના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બજરંગ દળ દ્વારા અમદાવાદ શહેરમાં પાલડી ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બજરંગ દળ દ્વારા પુતળા દહન કરી મૃતક હિન્દુ યુવાનને ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી છે.
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે
આ મામલે બજરંગ દળના સહ સંયોજક હિરેન રબારીએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આ મામલે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આંખ આડા કાન કરે છે. ભારતમાં પણ બાંગ્લાદેશીઓ રહે છે. જો આ મામલે ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ કરીશું. બાંગ્લદેશીઓ ભારતમાં ગેરકાયદેસર રીતે ધુસીને ગુનાખોરી પ્રવૃતી કરી રહ્યા છે. આવા લોકોને દેશ નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે.













