અમદાવાદની કિડની હોસ્પિટલમાં વર્ષ 2023ના 3 કર્મચારીની ખોટી રીતે ભરતી કરી હતી અને અજયસિંહ વિહોલ,ગણેશ પટેલ, મહીપતસિંહ પરમારની પણ કરાઇ હતી ભરતી, નિયમ વિરૂદ્ધ ભરતી થઈ હોવાના થયા આક્ષેપ જેને કારણે વિવાદ થયો હતો, તત્કાલિન નિયામકે ત્રણેયની ભરતી કરી હતી અને ભરતી કરીને 25 લાખ રૂપિયા પગાર પણ ચૂકવ્યો હતો.
ડાયાલિસિસ ટેકનિશિયનોની ભરતીનું કૌંભાડ
અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં ભરતી કૌંભાડ સામે આવ્યું છે, કોઈપણ જાહેરાત કે પરીક્ષા વગર ડાયાલિસિસ ટેકનિશિયનોની ભરતી કરવામાં આવી હોવાની વાક સામે આવી છે. 11 એપ્રિલ 2023ના રોજ આ ભરતી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, અજયસિંહ બાબુજી વિહોલ અને ગણેશકુમાર પ્રહલાદભાઈ પટેલ તેમજ 14 એપ્રિલ 2023ના રોજ મહિપતસિંહ વિક્રમસિંહ પરમારની સીધી જ નિમણૂક કરી દેવામાં આવી હતી.













