મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં તપોવન વિઅને મુખ્યમંત્રીના હસ્તે મુખ્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.દ્યાવિહારનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાવિહારના વર્ગખંડોની મુલાકાત લીધી હતી 


આ વિદ્યા સંકુલ શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપશે

તપોવન વિદ્યાવિહારના ઉદ્ઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂ. આચાર્ય ભગવંત હંસકીર્તિ સૂરિશ્વરજી મહારાજ, ભવ્યકીર્તિ સૂરિશ્વરજી મહારાજની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. આ સમારંભમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક શિક્ષણની અદ્યતન સુવિધાઓ આપતું આ વિદ્યા સંકુલ શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપશે. તપોવન વિદ્યાવિહાર વડાપ્રધાનના 'વિકાસ ભી વિરાસત ભી'ના સૂત્રને ચરિતાર્થ કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, સ્થાનિક ધારાસભ્ય અમિતભાઈ શાહ, અમિત ઠાકર, પૂ. આચાર્ય ભગવંત હંસકિર્તી સૂરિશ્વરજી મહારાજ, ભવ્યકિર્તી સૂરિશ્વરજી મહારાજ સહિતના જૈન સાધુ-સંતો, જૈન અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, ગાંધીનગરમાં જાહેરસભા સંબોધશે, જુઓ Video


  • Follow us on: