ગુજરાતમાં મોટા શહેરોમાં ગાંધીજીના હત્યારા નથ્થુરામ ગોડસે પર નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ અને જામનગરમાં આ નાટકનો ભારે વિરોધ થતાં શો રદ કરી દેવાયો હતો. હવે અમદાવાદમાં પણ આ નાટકનો શો રદ કરવાનો આયોજકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ શોની 75 ટકા ટિકીટો વેચાઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.


નાટકનો શો ભારે વિરોધને કારણે રદ

અમદાવાદના બોડકદેવમાં હું નથ્થુરામ ગોડસે નાટકનો શો ભારે વિરોધને કારણે રદ કરવામાં આવ્યો છે. ઠેર ઠેર વિરોધ થતાં આયોજકોએ નાટકના શો રદ કર્યા છે. આ શોની 75 ટકા ટિકિટો વેચાઈ ગઈ હોવાનું પણ નાટકના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. શહેરમાં સિંધુભવન પાસે AMCના પંડિત દિન દયાળ હોલ ખાતે આ નાટકનો શો યોજાવાનો હતો.

કોંગ્રેસના કાર્યકરોએ ગોડસે વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા

બે દિવસ પહેલા અમદાવાદ શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ ગોડસે વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં અને દિવાલો પર પણ ગોડસે મુર્દાબાદ અને ગાંધીજી અમર રહો જેવી પંક્તિઓ લખીને વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ અને જામનગર બાદ અમદાવાદમાં પણ આ નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોની ટિકિટો ઓનલાઈન વેચાઈ હતી. ભારે વિરોધ થતાં નાટકના શો રદ કરવામાં આવી રહ્યાં છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: દેવાયત ખવડને ચાંગોદર મારામારી કેસમાં 23 ફેબ્રુઆરી સુધી રાહત, ધરપકડ લંબાવાઈ


  • Follow us on: