અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 57 પાસે 50 થી 100 લોકોના ટોળાએ લારીઓ મૂકવાની બાબતે થયેલી બોલાચાલી બાદ ખુલ્લે આમ પથ્થરમારો કર્યો હતો જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રાત્રીના સમયે આ ઘટના બની
મેઘાણીનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રાત્રીના સમયે આ ઘટના બની હતી જેમાં ટોળાએ હાથમાં તલવારો, લાકડીઓ અને અન્ય મારક સાધનો લઇને હુમલો કર્યો હતો.













