અમદાવાદના શાસ્ત્રી બ્રિજને લગતી રીપેરીંગની કામગિરી અને બ્રિજ બંધ રાખવાની સૂચના માત્ર કાગળ પર જ રહી છે. હાલ સ્થિતિ એવી છે કે બ્રિજ પરથી ભારે વાહનો સતત પસાર થઈ રહ્યા છે.
રીપેરીંગની કામગીરી માત્ર કાગળ પર
સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેક મુજબ, બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલમાં મજબૂતીની ગંભીર સમસ્યા હોવા છતાં, રીપેરીંગની કામગીરી માત્ર કાગળ પર નોંધાઈ છે.













