અમદાવાદ શહેરમાં ગૌમાતાને કતલખાને લઈ જવાનો સિલસિલો યથાવત રહેતા ફરી એકવાર તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રે પાલડી વિસ્તારમાં ગૌરક્ષકો અને કતલખાને ગાયો લઈ જઈ રહેલા લોકો વચ્ચે ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

એક કારમાં ચાર ગાયોને કતલખાને લઈ જવાઈ રહી હતી

મળતી માહિતી મુજબ, એક કારમાં ચાર ગાયોને કતલખાને લઈ જવાઈ રહી હતી. ગૌભક્તોને આ અંગે જાણ થતાં તેમણે કારને રોકી કસાઇને ઝડપી લીધો હતો. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

ધરણીધરથી ચંદ્રનગર સુધીના BRTS માર્ગ પર ભારે નુકસાન કર્યું

આ દરમિયાન કતલખાને લઈ જતા લોકોએ ધરણીધરથી ચંદ્રનગર સુધીના BRTS માર્ગ પર ભારે નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે.

https://www.instagram.com/reel/DUXIY0zj0tM/?utm_source=ig_web_copy_link


BRTS ટ્રેકને નુકસાન પહોંચતા વાહન વ્યવહાર પર પણ અસર

BRTS ટ્રેકને નુકસાન પહોંચતા વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી. ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

અમદાવાદમાં અગાઉ પણ ગાયોને કતલખાને લઈ જવાના અનેક બનાવો

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અગાઉ પણ ગાયોને કતલખાને લઈ જવાના અનેક બનાવો સામે આવ્યા છે, જેને લઈને ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત રાત્રિના બનાવે ફરી એકવાર કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો કર્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો----   Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે