ગુજરાતના નિવૃત્ત ડીજીપી એસ.એચ. ખંડવાવાલાને લગતા 50 વર્ષ જૂના કેસમાં મહત્વપૂર્ણ ચૂકાદો આવ્યો છે. પાંચ વર્ષની સજાની અપીલ અંગે અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા છે.


આરોપીની ખોટી રીતે ધરપકડનો આરોપ

માહિતી અનુસાર તેમની સામે આ કેસ આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયો હતો, જેમાં આરોપ હતો કે આરોપીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી.

50 વર્ષ પહેલાં પોરબંદર કોર્ટે દોષિત જાહેર કર્યા હતા

આ મામલે વર્ષો પહેલાં એટલે કે 50 વર્ષ પહેલાં પોરબંદર કોર્ટે ખંડવાવાલાને દોષિત જાહેર કરીને સજા ફટકારી હતી. ત્યારબાદ તેમણે આ ચૂકાદા સામે અપીલ દાખલ કરી હતી.

અદાલતે નિર્દોષ જાહેર કર્યા

 કાનૂની સંઘર્ષ બાદ હવે અદાલતે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં ખંડવાવાલાને રાહત આપી છે. અને તેમને નિર્દોષ જાહેર કર્યા છે.


આ પણ વાંચો----     Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

  • Follow us on: