અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ-ધાંગધ્રા હાઈવે પર સળીયા ભરેલ ટ્રેલર પલટતાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો.
કચોલીયા અને મજેઠી ગામ વચ્ચે અકસ્માત
અકસ્માત પાટડી તાલુકાના કચોલીયા અને મજેઠી ગામ વચ્ચે થયો હતો. માલવણ પોલીસે જણાવ્યું કે, સળીયા ભરેલ ટ્રક ટ્રેલર ડિવાઇડર સાથે અથડાતા પલટ્યું, જેના કારણે બંને બાજુ ટ્રાફિક જામ થયો હતો













