અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં આરોપી વિદ્યાર્થીને જામીન આપવામાં આવ્યા છે. સરકાર તરફથી જામીન નહીં આપવા માટે રજૂઆત કરાઈ હતી. આરોપી સતત તણાવમાં રહેતા કોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે આરોપી વિદ્યાર્થીના જામીન મંજૂર કર્યા છે. અમદાવાદની નીચલી કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જેથી હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતાં.
પ્રોબેશન રિપોર્ટમાં મોટો ખુલાસો થયો
આરોપી વિદ્યાર્થિની જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા પ્રોબેશન રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આરોપી વિદ્યાર્થી અગાઉ ઓબ્ઝર્વેશનમાંથી ફરાર થયો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત હત્યાની ઘટના પહેલા પણ મૃતક કિશોર આરોપી કિશોરને હેરાન કરતો હતો. હત્યાની ઘટના બાદ સ્કૂલ દ્વારા આરોપી વિદ્યાર્થીને કાઢી મુકવામાં આવ્યો હતો.













