અમદાવાદ શહેરના ચાંદખેડામાં આવેલી નવો સુવિધાસભર સ્વિમિંગ પૂલ બે મહિનાથી તૈયાર હોવા છતાં, હજી સુધી ઉદ્ઘાટન કરાયું નથી જેથી તેનો લાભ લોકોને મળી રહ્યો નથી. આ મામલામાં કોર્પોરેશનની લાપરવાહી જોવા મળી રહી છે.
આરંભે શૂરા અંતે અધુરા જેવો ઘાટ
કોર્પોરેશનનું તંત્ર સ્ટેન્ડીગમાં કામ મંજૂર કરાવીને કરોડોના ખર્ચે કામો તો પૂર્ણ કરાવી દે છે પણ લોકો જલ્દી તે વિકાસના કામોનો લાભ મેળવે તે માટે કોઇ આયોજન કરતું નથી અને આરંભે શૂરા અંતે અધુરા જેવો ઘાટ સર્જાય છે













