આજે વર્ષનો છેલ્લો દિવસ છે. ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસે ગઈકાલ સુધી એકપણ પાર્ટીને મંજૂરી આપી નહોતી. પોલીસ પાસે પાર્ટીના આયોજકોની 11 અરજીઓ આવી છે. આ 11 અરજીઓમાંથી પોલીસે માત્ર ત્રણ જ આયોજકોને મંજૂરી આપી છે. બાકીની અરજીઓ માટે હજી સ્થાનિક પોલીસનો અભિપ્રાય મેળવાશે.આજે ઉજવણીને લઈ હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે આયોજકો મુંઝવણમાં મુકાયા છે.
પોલીસે હજી સુધી એક પણ અરજીને મંજૂરી આપી નથી
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે ક્લબ અને પાર્ટી પ્લોટમાં ઉજવણી થશે. ત્યારે આયોજકો દ્વારા પોલીસ પાસે મંજૂરી માગવામાં આવી છે. અમદાવાદ પોલીસ પાસે પાર્ટી માટેની 11 અરજીઓ આવી છે. પોલીસે આ અરજીઓની મંજૂરી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના અભિપ્રાય મંગાવ્યા હતાં. આ અભિપ્રાય મળ્યા બાદ જ પાર્ટીને મંજૂરી આપવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવાયું હતું. પરંતુ હવે થર્ટી ફર્સ્ટની ઉજવણીને માત્ર ગણતરીના કલાકો બાકી છે. ત્યારે પોલીસે 11માંથી માત્ર ત્રણ જ આયોજકોની અરજીને મંજૂરી આપી છે. બાકીની અરજીઓ માટે સ્થાનિક પોલીસનો અભિપ્રાય લેવાશે. ત્યાર બાદ જ મંજૂરી આપવામાં આવશે. જેના કારણે પાર્ટીના આયોજકો પણ મુંઝવણમાં મુકાયા છે. ગત વર્ષે પોલીસે માત્ર 14 આયોજકોને પાર્ટી માટે મંજૂરી આપી હતી.













