અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આજે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા મોટી મુશ્કેલી સર્જાઇ છે. હાટકેશ્વર ઓવરબ્રિજ તોડતા લાઈનમાં ભંગાણ થયું છે


લાખો લીટર પાણીનો વેડફાટ

પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થવાના કારણે હાટકેશ્વર સર્કલની આસપાસ લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે.

હાટકેશ્વરથી CTM તરફના રોડ પર પાણી ભરાઈ ગયા

આ લાઈન ભંગાણને કારણે હાટકેશ્વરથી CTM તરફના રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તાત્કાલિક કામગીરી શરૂ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને ઘટનાની જાણ થતા તરત જ સ્થળ પર મોકલવામાં આવી છે. ટીમ દ્વારા ભંગાણ યોગ્ય રીતે મરામત કરવા અને પાણીની સપ્લાય પુનઃસુચારુ કરવા તાત્કાલિક કામગીરી શરૂ કરી છે.


આ પણ વાંચો----    Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત

  • Follow us on: