અમદાવાદ શહેરમાં ધૂંધળા અને ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રદૂષણ મોનિટરિંગ ડેટા મુજબ શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 200 ને પાર પહોંચી ગયો છે.


સૌથી વધુ પ્રદૂષણ કૃષ્ણનગરમાં નોંધાયું

વિસ્તારવાર સ્થિતિની વિગતો મુજબ, સૌથી વધુ પ્રદૂષણ કૃષ્ણનગરમાં નોંધાયું, જ્યાં AQI 274 સુધી પહોંચી ગયો છે. ઇંડિયા કોલોનીમાં 219, જજીસ બંગલોમાં 210, ઘોડાસરમાં 218 અને વાડજમાં 224 AQI નોંધાયો છે.

ઝુંડાલમાં 209, ઇસનપુરમાં 269 AQI

ઝુંડાલમાં 209, ઇસનપુરમાં 269 અને ગોતામાં 296 AQI સુધી હવામાં પ્રદૂષણ જોવા મળ્યું છે. જુહાપુરા 184, બોડકદેવ 180, ગ્યાસપુર 173, કઠવાડા 196, હાંસોલ 192, ઈસરો 171 અને પ્રહલાદનગર 186 AQI સાથે પ્રદૂષિત વિસ્તાર તરીકે જોવા મળ્યા છે.

સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર

પ્રદૂષણના આ વધારા સાથે શહેરમાં સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર જોવા મળી શકે તેની આશંકા વ્યક્ત કરાઇ છે, અને AQIમાં વધારો થતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.


આ પણ વાંચો---    Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ

  • Follow us on: