અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર થઈ રહેલા સતત હુમલાને કારણે હવાઈ સેવા ખોરવાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર જાણે કોરોના જેવો માહોલ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ યુદ્ધની અસર અમદાવાદથી ગલ્ફ કન્ટ્રી તરફની ફ્લાઈટો પર થઈ હોવાનું સામે આવ્યું છે. આજે યુદ્ધના સતત છઠ્ઠા દિવસે પણ અનેક ફ્લાઈટો રદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો રદ થવાને કારણે એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.


આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ થવાનો સિલસિલો યથાવત

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ યુદ્ધને કારણે ગલ્ફ કન્ટ્રી તરફની હવાઈ સેવા ખોરવાઈ છે. જેની અસર અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી છે. દુબઈ, અબુધાબી, દોહા સહિત ગલ્ફ રૂટ યુદ્ધના કારણે પ્રભાવિત થયો છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી આ રૂટ તરફની રેગ્યુલર સેવા કાર્યરત નથી. અમદાવાદ એરપોર્ટ પર કોરોના સમયે જોવા મળેલી સ્થિતિનું જાણે ફરીવાર સર્જન થયું હોય તેવો માહોલ છે. આંતર રાષ્ટ્રીય ફ્લાઈટો રદ થવાને કારણે એરપોર્ટ પર જાણે સન્નાટો જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: કલર લેવા જેવી બાબતે છોકરાને ધમકાવતા ચાર લોકોએ છરીથી હુમલો કરી દીધો


  • Follow us on: