અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રહલાદનગર સ્થિત મલ્ટીલેવલ પાર્કિંગને વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે.


સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજૂર

કોર્પોરેશનની શુક્રવારે મળેલી સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં પ્રહલાદનગર મલ્ટીલેવલ વેચાણની દરખાસ્ત મંજૂર કરાઇ છે.

પ્લોટ અને જમીનની કિંમતો સાથે વેચાણ માટે મુકવામાં આવશે

સાત માળની આ પાર્કિંગ ઈમારત હવે પ્લોટ અને જમીનની કિંમતો સાથે વેચાણ માટે મુકવામાં આવશે. AMCના સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવેલ નિર્ણય બાદ હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સાત માળના પાર્કિંગને કોમર્શિયલ વેચાણ માટે અપાશે

સાત માળના પાર્કિંગને કોમર્શિયલ વેચાણ માટે અપાશે તથા સામાન્ય સભામાં દરખાસ્ત મંજૂર થયા બાદ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે.


આ પણ વાંચો----   DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ


  • Follow us on: