અમદાવાદના સરખેજમાં ધાતલા તળાવ ખાતે નવું લોટસ પાર્ક બનાવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા બનાવવામાં આવનારા આ પાર્કમાં કુલ ખર્ચ લગભગ 128.82 કરોડ રૂપિયા રહેશે. પાર્કની ડિઝાઈનમાં સમગ્ર પ્રોજેક્ટનો આકાર કમળ જેવો રાખવામાં આવ્યો છે, જેથી શહેરના નગરસૌંદર્યમાં વધારો થશે.
તળાવમાં વિદેશી ફૂલો જોવા મળશે
લોટસ પાર્કમાં તળાવમાં વિવિધ વિદેશી ફૂલોના પ્રદર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે, જે મુલાકાતીઓને કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવશે. આ સાથે જ પાર્કમાં વન એમ્યુઝમેન્ટ પાર્ક, હેરિટેજ બ્યુટિફિકેશન અને ગાર્ડન વિસ્તારો પણ તૈયાર કરવામાં આવશે. AMCના અધિકારીઓએ જણાવ્યું કે આ પાર્કમાં પ્રવાસીઓ માટે આરામદાયક સુવિધાઓ તેમજ સફાઈ અને સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ રહેશે.













