સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ શહેરમાં આગામી સમયમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ થશે. આઠમી માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. તેઓ 1080 કરોડના કામો ખુલ્લા મુકશે. અમિત શાહ વિરાટનગરમાં જાહેર સભાને સંબોધન કરશે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નિકોલમાં વિકાસકામોને ખુલ્લા મુકશે.


આગામી 8 માર્ચે અમિત શાહ આવશે અમદાવાદ

અમદાવાદમાં ખારીકટ કેનાલ ફેઝ-1 લોકાર્પણ માટે તૈયાર છે. આ ઉપરાંત વસ્ત્રાલમા વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું પણ ઉદ્ઘાટન થશે. નિકોલમાં 97.36 કરોડના વિકાસ કામો થશે. અમિત શાહ વસ્ત્રાલથી જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. આગામી સમયમાં પાલિકા અને પંચાયત સહિત મહાનગર પાલિકાઓમાં ચૂંટણીઓ યોજાશે. જેનો ચૂંટણી પ્રચાર શરૂ કરાશે.


આ પણ વાંચો: Aravalli News: ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, બે બાળકોના તળાવમાં ડૂબી જતાં મોત


  • Follow us on: