અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આયોજન વગર જ કામો કરે છે તેનો વધુ એક દાખલો બહાર આવ્યો છે. દોઢ વર્ષ પહેલા ઇસનપુર વિસ્તારમાં ખાલી પ્લોટમાં 700 વૃક્ષો વાવ્યા હતા. હવે ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવા માટે કોર્પોરેશન આ 700 વૃક્ષોનું નિકંદન કાઢશે


ઢોલ-નગારા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો,

AMC દ્વારા ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવા આ વૃક્ષોનું નિકંદન કરવામાં આવશે. જાણકારી મુજબ અગાઉ ઢોલ-નગારા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો પણ હવે વિકાસના નામે આ જ વાવેલાં વૃક્ષોને કાપી નાખવાનું આયોજન કરાયું છે.

દોઢ વર્ષ પછી વાવેલા વૃક્ષોનું નિકંદન કાઢવાનો નિર્ણય લેવાયો

સવાલો એ ઉભા થયા છે કે શું જ્યારે વૃક્ષારોપણ કરાયું ત્યારે અહી ભૂગર્ભ ટાંકી બનાવાનું કોઇ આયોજન જ કોર્પોરેશન પાસે ન હતું અને હવે દોઢ વર્ષ પછી વાવેલા વૃક્ષોનું નિકંદન કાઢવાનો નિર્ણય લેવાયો છે. પહેલા તમે મોટા ઉપાડે વૃક્ષ વાવી દો છે અને પછી વિકાસના નામે કાપવાનો નિર્ણય લો છે તે કેટલે અંશે યોગ્ય છે તેવો સવાલ નાગરિકો પુછી રહ્યા છે.

શું ટાર્ગેટ પૂર્ણ કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ?

આ પગલાંને લઇને AMCની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને એ સવાલ ઉઠ્યો છે કે, શું માત્ર ટાર્ગેટ પૂર્ણ કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ?

 ખાલી પ્લોટનો હેતુ જાણ્યા વગર શા માટે કરવામાં આવ્યું વૃક્ષારોપણ ?

કોર્પોરેશન દ્વારા ઇસનપુર વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન પાસે પ્લોટમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને ખાલી પ્લોટ માં આયોજન વગર વૃક્ષો વાવી દીધા ત્યારે સવાલ એ થાય છે કે ખાલી પ્લોટનો હેતુ જાણ્યા વગર શા માટે કરવામાં આવ્યું વૃક્ષારોપણ ?


આ પણ વાંચો-----   DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

  • Follow us on: